બ્રિટનનાં વડાપ્રધાન લિઝ ટ્રસની પરિસ્થિતિ એટલી વણસી છે કે, તેમને પોતાના ટ્રસ્ટની તલાશ છે. આ ઉપરાંત ગૃહપ્રધાન સુએલા બ્રેવરમેને રાજીનામુ આપી દીધું છે. તેણે જણાવ્યું હતું કે, તે પોતાની જવાબદારી સ્વીકારે છે અને રાજીનામુ આપે છે. તેણે કહ્યું હતું કે, વડાપ્રધાની ટીકા દર્શાવે છે કે હાલમાં રમાતા રાજકારણનું સ્તર કેટલું નીચે ઉતર્યુ છે. તેણે પોતાના રાજીનામાનો ઉપયોગ લિઝ ટ્રસની પોલિસીઓ સામે અગ્નિપરીક્ષા હોવાનું કહેતા કર્યો હતો. આ દર્શાવે છે કે, લિઝનું વડાપ્રધાન પદ પણ જોખમમાં છે. તેમનો ઇકોનોમી પ્લાન નિષ્ફળ જતાં તેમનું વડાપ્રધાન પદ ડગુમગુ થઈ ગયું છે.
જોકે સર્વેક્ષણાં જાણવા મળ્યું છે કે, 55 ટકા સાંસદો ઇચ્છે છે કે, લિઝ ટ્રસે વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવું જોઈએ. ટ્રેઝરી ચીફ જેરેમી હંટે વડાપ્રધાનની નવી સરકારે મહિના પહેલા જ રજૂ કરેલા ટેક્સ કટના પેકેજને ફગાવી દેતા લિઝ માટે તકલીફોની વણઝાર શરુ થઈ ગઈ છે. આ પેકેજની 23મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવતા નાણાકીય બજારોમાં ધરતીકંપ થયો હતો અને પાઉન્ડ ડોલર સામે નોંધપાત્ર પ્રમાણમાં ઘટયો હતો.
તેના લીધે યુકે સરકારનું ધિરાણ ખર્ચ વધી ગયુ હતુ. તેના કારણે આ કટોકટી સમગ્ર બ્રિટિશ અર્થતંત્રમાં ન પ્રસરે તે માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. જબરજસ્ત રાજકીય અને આર્થિક દબાણના લીધે ટ્રસે પહેલા તો તેના વિશ્વાસુની હકાલપટ્ટી કરવી પડી હતી. તેનું સ્થાન હંટે લીધું છે. હંટે ટ્રસના બધા ટેક્સ કટ પડતા મૂક્યા હતા. તેની સાથે ટ્રસે ઓફર કરેલી ફ્લેગશિપ એનર્જી પોલિસી પણ પડતી મૂકી હતી અને તેમણે જણાવ્યું હતું કે, સરકારને અબજો ડોલરની જરુર પડશે.
આ અત્યંત અઘરો નિર્ણય છે. તેમણે 31 ઓક્ટોબરનો ફિસ્કલ પ્લાન રજૂ કરતી વખત જણાવ્યું હતું. વિદેશ સચિવ જેમ્સ ક્લેવરલીએ કન્ઝર્વેટિવ્સને વિનંતી કરી હતી કે ટ્રસને વધુ એક તક આપવામાં આવે. ભૂલો તો કોઈનાથી પણ થાય છે. ભારે રાજકીયને આર્થિક દબાણનાં લીધે ટ્રસે ગયા સપ્તાહે તેના ક્વાસી કાવ્ર્ટનેગ ટ્રેઝરી ચીફની હકાલપટ્ટી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500