લંડનની ગટરમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાઇરસ મળી આવતા બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ માતા-પિતાને પોતાના બાળકોને સમયસર વેક્સિન અપાવવાની અપીલ કરી છે. આ વાઇરસ મળી આવ્યા પછી આરોગ્ય વિભાગે અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું છે.
યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ)એ જણાવ્યું છે કે, ફેબુ્આરી અને મે મહિનામાં લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાઇરસ મળી આવતા આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સેમ્પલ મળી આવેલા પોલિયો વાઇરસની ઓળખ વેક્સિન ડેરિવેડ પોલિયોવાઇરસ ટાઇપ 2 (વીડીપીવી-2) તરીકે કરવામાં આવી છે. આ વાઇરસથી અસામાન્ય સ્થિતિમાં પેરાલિસિસ જેવી ગંભીર બિમારી થાય છે.
જે લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ નથી તેમનામાં આ પ્રકારની બિમારી થવાની શક્યતા છે. બ્રિટનમાં પોલિયો વાઇરસ 1984 પછી મળી આવતા એક ચિંતાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે, 2003માં બ્રિટનને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો. જે વિસ્તારોમાં વેક્સિનેશનનું પ્રમાણ ઓછું છે તેવા વિસ્તારોમાં આ વાઇરસ ઝડપથી ફેલાવવાની શક્યતા રહેલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500