રાજ્ય સરકાર સતત વિકાસપથ પર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા સુરત અને તાપી જિલ્લાની ત્રણ જગ્યાઓ પર પુલોના પુનઃ બાંધકામ માટે કુલ રૂ.૨૫.૫૦ કરોડના ખર્ચની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. સુરત જિલ્લામાં રૂ.૧૨ કરોડના ખર્ચે અરેઠ બૌધાન ઘલા રોડ પર જૂના પુલની જગ્યાએ નવો અને મજબૂત પુલ બનાવાશે. રૂ.૭.૫૦ કરોડના ખર્ચે માંડવી ખેડપુર વરજાખણ રોડ પર પુલના વિસ્તરણ અને મજબુતીકરણ સાથે નવું બાંધકામ જ્યારે તાપી જિલ્લામાં રૂ.૬ કરોડના ખર્ચે ન્યુ બ્રિજ સ્ટ્રકચર ઓન માંડવી શેરૂલા રોડ પર જૂના પુલને દૂર કરી નવી ટેક્નોલોજીથી મજબૂત પુલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રકલ્પોથી પ્રવાસીઓ અને વાહનચાલકો માટે મુસાફરી વધુ સુવિધાજનક, સુરક્ષિત અને ઝડપી થશે, જેની સ્થાનિક વેપાર અને રોજગારી પર પણ સકારાત્મક અસર થશે,ત્યારે આ પ્રકલ્પોને મંજૂરી આપવા બદલ નાગરિકો, સ્થાનિક અગ્રણીઓ-જનપ્રતિનિધિઓએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application