Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમીન દફ્તર કચેરીનો લાંચિયો અધિકારી એક લાખ રૂપિયા લેતાં રંગે હાથ ઝડપાયો

  • July 17, 2023 

બોટાદ ડી.આઈ.એલ.આર. જમીન દફ્તર કચેરીનો લાંચિયો અધિકારી જમીન રિ-સર્વે કરવાની માપણીની અવેજીમાં નક્કી થયેલી 2 લાખ પૈકીની પ્રથમ હપ્તામાં 1 લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોનાં હાથે લાગી ગયો હતો. આ લાંચિયા અધિકારીને બોટાદ એ.સી.બી. દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોટાદ જિલ્લા સેવા સદનમાં આવેલી બોટાદ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરીમાં જિલ્લા નિરીક્ષક તરીકે ફરજ બજાવતો સંજય સવદાસભાઈ રાવલિયા (રહે.203, એમ.વી. ટાવર બિલ્ડીંગ, પાળિયાદ રોડ, બોટાદ)નાએ જમીન રિ-સર્વે કરવાની માપણીના અવેજમાં અરજદારો પાસેથી એક હેક્ટર દીઠ રૂપિયા 40 હજારની માંગણી કરી હતી.



જેમાં રકઝકનાં અંતે એક હેક્ટર દીઠ રૂપિયા 20 હજાર મળી કુલ 10 હેક્ટર જમીનના રૂપિયા 2  લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું. જેથી આ અંગે એક જાગૃત નાગરિક અને સાહેદો લાંચ આપવા માંગતા ન હોય, તેમણે બોટાદ એ.સી.બી.માં ફરિયાદ કરતા ગતરોજ ભાવનગર એ.સી.બી. એકના ઈન્ચાર્જ મદદનિશ નિયામકનાં સુપરવિઝન હેઠળ બોટાદ એ.સી.બી. પી.આઈ. આર.ડી. સગર અને ટીમે બોટાદ જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરી, ડી.આઈ.એલ.આર.ની ચેમ્બરમાં છટકું ગોઠવી લાંચિયા અધિકારી એસ.એસ.રાવલિયાને પંચની હાજરીમાં ફરિયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી પ્રથમ હપ્તાની લાંચની 1 લાખની રકમ લેતા આબાદ ઝડપી લીધો હતો. બનાવ અંગે બોટાદ એ.સી.બી.એ તેની વિરૂધ્ધ ગુનો નોંધી આજરોજ લાંચિયા અધિકારીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application