સાબરકાંઠા જિલ્લાના તલોદ મામલતદાર કચેરીનો લાંચીયો મહેસુલ કલાર્કએ ફરીયાદીની લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ભલામણ કરાવવા માટે ફરિયાદી પાસે રૂા.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૦,૦૦૦/- લાંચની રકમ નક્કી કરી હતી. જોકે એસીબીએ ગોઠવેલ છટકા દરમ્યાન આ લાંચિયા સાહેબ પકડાઈ ગયા છે.
મળતી માહિતી અનુસાર એસીબીને ફરિયાદ કરનાર જાગ્રત નાગરિકની માતાએ ફરિયાદીના પિતાના નામની જમીન ગીરો મુકેલ. જે જમીન ફરિયાદીના પિતાએ અવેજ ચૂકવી જમીન ગીરોમૂક્ત કરાવેલ. સદર જમીનમાં અગાઉ જમીન ગીરો લીધેલ, તે ઇસમના વારસદારો ફરિયાદીની જમીનમાં પ્રવેશ કરી,વાવેતરને નુકશાન કરી, હેરાન કરતા હોય, ફરિયાદીના પિતાએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ-૨૦૨૦ હેઠળ ઓનલાઈન ફરિયાદ આપેલ.
જે કાર્યવાહી તલોદ મામલતદાર કચેરી ખાતે ચાલતી હોય, ફરિયાદીની લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરવાની ભલામણ કરાવવા માટે ફરિયાદી પાસે આરોપીએ રૂા.૧,૫૦,૦૦૦/- ની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૦,૦૦૦/- લાંચની રકમ નક્કી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મદદ માંગતા એસીબીએ આજરોજ ફરિયાદ આધારે ગોઠવવામાં આવેલ લાંચના છટકા દરમ્યાન તલોદની મામલતદાર કચેરીમાં આરોપી મહેસુલ કલાર્ક ધર્મેન્દ્ર ભીખાભાઈ દેસાઇએ લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારતા પકડાઇ ગયો હતો તેમજ આરોપીની કારમાંથી ઝડતી તપાસ કરતાં લાંચ સિવાયની વધુ રૂા.૧૧,૦૦,૦૦૦/- જેટલી રકમ મળી આવતા એસીબીએ એ રકમ પણ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
તાપીમિત્રને જાણ કરો
સરકારી કચેરીમાં કોઇપણ અધિકારી/કર્મચારી યેનકેન પ્રકારે હેરાન કરી અરજીનો નિકાલ કરતો ન હોય અને આપની પાસેથી રૂપિયાની માંગણી કરતો હોય તો તાપીમિત્રના મોબાઈલ નંબર – ૭૮૨૦૦ ૯૨૫૦૦ પર સંર્પક કરવો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500