બારડોલી તાલુકાના કિકવાડ નજીક મહારાષ્ટ્ર ડેપોની બસને અકસ્માત નડ્યો છે સુરતથી મહારાષ્ટ્રનાં ધુલિયા જઇ રહેલી બસ ખાડામાં ઊતરી ગઈ હતી.આ બસમાં સવાર 39 પેસેન્જરોનો ચમત્કારી બચાવ થયો છે.
સ્થાનિકો પાસેથી મળતી માહિતી વ્યારા નેશનલ હાઇવે પર મહારાષ્ટ્ર એસ.ટી નિગમની બસ (સુરત-એરંડોલ)રસ્તાની સાઈડ પર ખાડામાં ઉતરી ગઈ હતી, આજરોજ બપોરે બારડોલી તાલુકાના કિકવાડ નજીક મહારાષ્ટ્ર ડેપોની બસને અકસ્માત નડ્યો છે, એક ડમ્પરના ચાલકે હાઈવે પર પોતાના ક્બ્જાનું ડમ્પર ર પુર ઝડપે હંકારી લઇ આવી એકાએક બ્રેક મારી દેતા પાછળ આવતી મહારાષ્ટ્ર ડેપોની બસના ચાલકે પોતાનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ પેસેન્જરો સાથે ખાડામાં ઊતરી ગઈ હતી.
આ અકસ્માતના બનાવમાં બસમાં સવાર 39 પેસેન્જરોનો થયો ચમત્કારી બચાવ થયો છે. અકસ્માત થતા બસમાં સવાર પેસેન્જરનાં સગાએ કન્ડક્ટરની કોલર પકડી કરી બોલાચાલી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે, આરોપ છેકે, બસ ડ્રાઇવરનાં બેફિકરાઈ ભર્યા ડ્રાઇવિંગનાં પગલે પેસેન્જરોનાં જીવ જોખમમાં મુકાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500