ગુજરાતમાં સરકારી તંત્રમાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતાં ભ્રષ્ટાચારને ડામવા માટે લાંચ રુશ્વત બ્યુરો(ACB)ની રચના કરવામાં આવી છે. આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સામે વૈજ્ઞાનિક પુરાવા મેળવી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે એસીબીના ડાયરેક્ટરે આદેશ જારી કર્યો છે. ત્યારે પાટણનો નાયબ મામલતદાર અલ્પેશ ખેર પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડાયો છે.
ફરિયાદીએ ખરીદેલી જમીન એન.એ. કરાવવા માટે અલ્પેશ ખેર પાટણના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં હોવાથી ફરિયાદીનું કામ કરાવી આપવા માટે ફરિયાદી પાસે લાંચ પેટે રૂપિયા પાંચ લાખની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવાં માંગતા ન હોય ફરિયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ કરતાં લાંચના છટકાનું આયોજન કરતાં આરોપી નાયબ મામલતદારે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને પાંચ લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ રકમ સ્થળ પર રૂબરૂમાં સ્વીકારતાં તેઓ ACBના હાથે ઝડપાઈ ગયા હતાં. ACBએ આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application