Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news: રાજ્યમાં 55 મામલતદારની બદલી, તો 162 નાયબ મામલતદારની એક સામટે બઢતી, જુઓ લિસ્ટ

  • October 27, 2023 

ગુજરાતમાં હાલ બઢતી અને બદલીઓની મોસમ ખીલી રહી હોય તેમ એક પછી એક વિભાગમાં બદલી, બઢતી અને ભરતીની જાહેરાતો થવા લાગી છે. જેમાંથી હવે રેવન્યુ વિભાગ પણ બાકાત નથી અને આ વિભાગમા પણ મોટાપાયે બદલી થઈ છે.


આજે મોડી રાતે ઉચ્ચ કક્ષાએથી બદલી-બઢતીના આદેશ છુટ્યા છે. જેમાં 55 મામલતદારની બદલી અને 162 નાયબ મામલતદારોને મામલતદારની બઢતી કરવામાં આવી છે. આમ સાંગમટે બદલીને લઈને હાલ આ ફેરફાર ચર્ચામા આવ્યો છે.સરકારના સબંધિત વિભાગ દ્વારા મોડી રાત્રે નોટિફિકેશન જારી કરવામાં આવ્યું હતું. જેમાં  વર્ગ-2 ના 55 મામલતદારોની બદલી કરી નાખવામાં આવી છે. જ્યારે 162 નાયબ મામલતદાર (વર્ગ-3) ના અધિકારીઓને મામલતદાર (વર્ગ-2) ની બઢતી આપતા આ અધિકારીઓના ઘરે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application