નર્મદા જિલ્લામાં જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરીનો નાયબ ઓડીટર રૂપિયા ૧ લાખની લાંચ લેતા રાજપીપલા એસીબીના હાથે પકડાયો છે, જેને લઇ લાંચિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
કોઇ ભુલ ના કાઢવા માંટે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦/ની લાંચની માંગણી કરેલ,જે બાદ ફરીયાદીએ ઓછું કરવા જણાવતા રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦/- લેવાના નક્કી કરેલા
મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-૨૦૨૧ સુધી સરપંચ તરીકે હતા. તેઓની પંચાયતનું સને.૨૦૧૭-૧૮ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હોય જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરીનો નાયબ ઓડીટર ભરતભાઇ હસમુખલાલ પાઠકએ ફરીયાદીને ફોન કરી તે વર્ષના ઓડીટ કરી કોઇ ભુલ ના કાઢવા માંટે વ્યવહારના રૂ.૧,૫૦,૦૦૦/ની લાંચની માંગણી કરેલ,જે બાદ ફરીયાદીએ ઓછું કરવા જણાવતા રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦/- લેવાના નક્કી કર્યા હતા.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય એસીબીમાં ફરીયાદ કરતા એસીબીએ ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ ગરૂડેશ્વર ગ્રામ પંચાયત કચેરીમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં નાયબ ઓડીટર ભરતભાઇ હસમુખલાલ પાઠક રૂપિયા ૧ લાખની લાંચ લેતા આબાદ ઝડપાઈ ગયો હતો. આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500