બાંધકામ માટેની રજાચિઠ્ઠી આપવા માટે રૂપિયા ૧૨ હજારની લાંચ માંગતા મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર એસીબીના હાથે પકડાયા છે, મહત્વનુંએ છેકે, મહિલા સરપંચ ગ્રામ પંચાયતની ચેમ્બરમાં જ લાંચ લેતા પકડાયા છે.
મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનાર ફરિયાદી ને પોતાના ગામમાં તેઓના પિતાશ્રીના નામે લીધેલા પ્લોટ પર મકાનનું બાંધકામ કરવાનું હોય, તે માટે પંચાયતમાં બાંધકામ માટે રજાચિઠ્ઠી લેવા માટે અરજી કરેલ હતી.આ બાંધકામ માટેની રજાચિઠ્ઠી લેવા માટે ફરિયાદીએ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની જવાનપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઉર્મિલાબેન પરમારનો સંપર્ક કરતા તેઓએ બાંધકામ રજાચિઠ્ઠી આપવા માટે રૂપિયા ૧૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરિયાદીએ એસીબી ખાતે ફરિયાદ આપતા,ફરિયાદ આધારે આજરોજ એસીબીએ જવાનપુરા ગૃપ ગ્રામ પંચાયતમાં લાંચના છટકા દરમ્યાન રૂપિયા ૧૨ હજારની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર રાકેશ પટેલ અને મહિલા સરપંચ ઉર્મિલાબેન પરમાર બંને જણા એસીબીના હાથે પકડાયા ગયા છે. હાલ એસીબીએ આરોપીઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500