કાલોલ નર્મદા નહેર બાકરોલ રેલ્વે ફાટક પાસેથી Dcf વી.એસ.તોડકર વતિ તેના વચેટીયા રૂપિયા ૧ લાખની લાંચ લેતા એસીબીના હાથે પકડાયા છે,જોકે Dcf વી.એસ.તોડકર એસીબીના હાથે લાગ્યો નથી.
મળતી માહિતી મુજબ એસીબીને ફરિયાદ કરનારે સને.૨૦૨૧-૨૨ માં સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ નાયબ વન સંરક્ષકશ્રી ૫ર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજો માળ રૂમ નં. ૩૧૨ નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા તરફથી જુદી જુદી સાઇડોમાં વનિકરણને લગતી જુદી જુદી કામગીરીઓની જાહેરાત આવતા તેમના નામથી ચાલતી એજન્સી કે જેનો એકજીકયુટીવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીજન ગોઘરા નંબર PID/AB/TC/3709/2022 થી રીન્યોઅલ કરાવેલ હોય આ નામથી ટેન્ડર ભરેલુ જે મંજુર થતા નાયબ વન સંરક્ષકશ્રી ૫ર્યાવરણ એકમ બ્લોક-એ, ત્રીજો માળ રૂમ નં.૩૧૨ નર્મદા નહેર ભવર છાણી જકાત નાકા વડોદરા તરફથી જાવક નંબર સસગનીલી/૫ર્યા/૫૫ તા.૦૪/૦૬/૨૦૨૧ થી બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર સેનેજ ૧૬૦.૦૦૦ કિ.મી. થી ૧૧૮.૦૦૦ સુઘી ૫હોચાડવાના અને રોપવાના તેમજ આ કચેરીના સરખા ૫ત્ર ક્રમાક:૩૭ તા.૦૪/૦૬/૨૦૨૧ થી ઉ૫રોકત એરીયામાં જે.સી.બી.થી ગાડા બાવળ દુર કરવા નડતર વૃક્ષો દુર કરવા તેમજ સાફ સફાઇની કામગીરી કરવા વર્ક ઓડર મળ્યો હતો,
આ ટેન્ડર સાથે બીજા કામો રોપાને વર્ષ દરમ્યાન પાણી પીવડાવવાની કામગીરી કયારા કરવાની કામગીરીનુ ટેન્ડર મંજુર થયેલ ૫રંતુ વર્ક ઓડર ની નકલ આપેલ ન હોય આ ભરેલ ટેન્ડર દરમ્યાન ડીપોઝીટો ૫ણ ભરેલી આ તમામ કામોનુ કામ પુર્ણ કરતા જુદા જુદા બિલો મુકતા જે બિલના નાણા સારું વારંવાર ધક્કા ખવડાવી અને બિલના નાણા સારું Dcf વી.એસ.તોડકરએ અનિલ રૈયાણી નામના દલાલને રૂ.૬૦૦૦૦૦/ - આપી દેવાનું જણાવેલ. જે લાચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોય લાંચના છટકાનું આયોજન કરતા તા.૨૫ /૪/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતા અનિલ રૈયાણીએ રૂ.૧,૦૦,૦૦૦/ સ્વીકારી Dcf વી.એસ.તોડકરની સહી વાળા ચેક ફરિયાદીને આપી સ્વીકારેલ લાંચના નાણા રાકેશ દાનજીભાઇ ચૌહાણએ પોતાના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવી એકબીજાના મેળાપી૫ણામાં તેમના ફોર વ્હીલર વાહનમાં જતા રહેતા ખાનગી તેમજ સરકારી સોર્સથી તેઓને બંન્ને ડીટેઇન કરી તેઓ વિરૂધ્ધ ટ્રેપીંગ અધિકારી: શ્રીમતિ આર.બી.પ્રજાપતિ પો.ઈન્સ પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.ગોધરા. મદદમાં, વી .ડી. ધોરડા, પો.ઈ., ફિલ્ડ, ગોધરા-પંચમહાલ એકમ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
એસીબીના સકંજામાં કોણ-કોણ આવ્યું ??
- શ્રી વી.એસ.તોડકર નાયબ વન સંરક્ષક ૫ર્યાવરણ એકમ વડોદરા સરદાર સરોવર નર્મદા નિગમ લી. બ્લોક નં એ ત્રીજા માળે નર્મદા નહેર ભવન છાણી જકાત નાકા વડોદરા વર્ગ-૧, વન વિભાગ.
- અનિલ ગોબરભાઇ રૈયાણી ઉ.વ.૪૪ ઘંઘો દલાલી રહે. ડી/૩૦૪ મંગલમ રેસીડેન્સી ઉતરણ સુરત શહેર તા. કતારગામ જી. સુરત મુળ રહે.ગામ ખાભા તા. લોઘીકા જી. રાજકોટ (પ્રજાજન)
- રાકેશ દાનજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ ઘંઘો. ટ્રાન્સપોર્ટનો રહે. ૯૫ કર્મવીર સુન્દર બાગ પીંજ ટુંડેલ રોડ નડીયાદ તથા પાચ મઘર મેરી પાર્ક ૫વનચકકી રોડ નડીયાદ. (પ્રજાજન)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500