Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : બારડોલીમાં લાંચ લેતા મહુવા રેંજનો બીટગાર્ડ અને ભગવાન સો મિલનો સંચાલક પકડાયો

  • June 22, 2022 

બારડોલી બ્રિજની બાજુમાં આવેલ ભગવાન સો મીલનો સંચાલક હરેશભાઇ કાંતીભાઇ પટેલ અને મહુવા રેંજનો બીટગાર્ડ ઇમરાન અબ્દુલ કરીમ મહેસાણીયાને લાંચ સ્વીકારવાના ગુનામાં આજરોજ એસીબીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી અનુસાર મહુવા રેન્જ વન વિભાગમાં આવતા સો મીલ પાસેથી નાગરિકો લાકડા તેમજ ફર્નીચર ખરીદ કરતા હોય છે. નાગરિકોએ સો મીલ પાસેથી લાકડા તેમજ ફર્નીચર ખરીદ કરવા માટે વનવિભાગના પાસ લેવો જરૂરી હોય,જે પાસ મેળવવા સારૂ નિયમોનુસાર ફી ભરવાની રહે છે. તે સિવાય વધારાના રૂપિયા વન વિભાગના કર્મચારીઓ સો મીલ મારફતે લાંચની માંગણી કરી સ્વીકારે છે.


મદદનિશ નિયામકશ્રી એન.પી.ગોહિલના સુપરવિઝનમાં ડાંગ અને વલસાડની એસીબી ટીમે ડીકોયનું આયોજન કર્યું 

તેવી માહીતીની ખરાઇ કરી કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ એસીબીએ મદદનિશ નિયામકશ્રી એન.પી.ગોહિલના સુપરવિઝનમાં ડાંગ અને વલસાડની એસીબી ટીમે ડીકોયનું આયોજન કરતા બારડોલી બ્રીજની બાજુમાં આવેલ ભગવાન સો મીલમાં ડીકોયર સાથે (૧) ઇમરાન અબ્દુલ કરીમ મહેસાણીયા નોકરી-બીટગાર્ડ, મહુવા રેન્જ (૨) હરેશભાઇ કાંતીભાઇ પટેલ બંને આરોપીઓએ હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧૮૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા. હાલ એસીબીએ બંને આરોપીઓને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application