Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking News : સુરત ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો અધિકારી વતી ૨ લાખની લાંચ લેતા વચેટીયો પકડાયો

  • June 11, 2024 

સુરત જિલ્લા ખાણ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ પૈકી ફલાઈંગ સ્કોડનો એક અધિકારી વતી ૨ લાખની લાંચ સ્વીકારતા આજરોજ એક વચેટિયો એસીબીના સકંજામાં આવ્યો છે,જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી એસીબીના હાથે લાગ્યો નથી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા 7820092500 પર hi લખી મોકલો 

એસીબી વિભાગના જણાવ્યા અનુસાર એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદીએ મંડળી વતી મળેલ રોયલ્ટી પરમિટ આધારે ભાઠા વિસ્તારમાં રેતી અંગેની કામગીરીમાં ફ્લાઈંગ સ્કોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા પર કોઈ હેરાનગતિ નહિ કરવા સારૂ ખનીજ વિભાગનાં ફ્લાઈંગ સ્કોડનાં અધિકારી આરોપી નરેશભાઈ જાની, હોદ્દો- મદદનીશ નિયામક, ફ્લાઈંગ સ્કોડ, સુરત (ખાણ-ખનીજ વિભાગ) તથા આરોપી (૨) કપીલભાઈ પરસોત્તમભાઈ પ્રજાપતિ, પ્રજાજન રહે.૪૧,સંસ્કાર વિલા સોસાયટી,સરથાણા,જકાતનાકા, સુરત નાઓએ ફરીયાદી પાસે રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી બાબતે હેતુલક્ષી વાતચીત કરેલ.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા 7820092500 પર hi લખી મોકલો 

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, એસીબીનો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને લાંચનાં છટકા દરમિયાન આરોપી કપીલભાઈ પ્રજાપતિએ મહાદેવ કાર્ટીગ,ગુજરાત એન્ટર પ્રાઈઝ, યોગી ચોક, બી.આર.ટી.એસ. રોડ,જુના સિમાડા પાસે આજરોજ એટલે કે તા.૧૧/૦૬/૨૦૨૪ નારોજ લાંચનાં ૨ લાખ રૂપિયા નાણાં સ્વીકારતા એસીબી સ્ટાફના હાથે ઝડપાઈ ગયો હતો.જોકે ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કોડનો લાંચીયો અધિકારી મદદનીશ નિયામક નરેશભાઈ જાની એસીબીના હાથે લાગ્યો નથી.જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા 7820092500 પર hi લખી મોકલો 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application