Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની હોસ્ટેલમાં હવે છોકરા છોકરીઓ સાથે રહેશે

  • March 21, 2024 

ગુજરાત હંમેશાથી તેની અસ્મિતાને કારણે જાણીતું રહ્યું છે. અહીં માન-સન્માન અને મર્યાદાની વાત થાય છે. અહીં સદ્ધાંતો સાથેની સિદ્ધિઓની વાત થાય છે. બદલાતા સમયની સાથે આ પરિસ્થિતિ બદલાય તો નવાઈ નહીં. તેની શરૂઆત થઈ ચુકી છે...શું ગુજરાતને પણ લાગ્યો છે વિદેશનો રંગ? આ સવાલ અહીં એટલે ઉપસ્થિત થયો છે કારણકે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર છોકરા-છોકરીઓ એક જ હોસ્ટલમાં એક સાથે 24x7 રહેશે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ પ્રકારની વ્યવસ્થા કેટલી યોગ્ય છે? એ સવાલ ચર્ચામાં રહેશે. હાલમાં જ નમાજ પઢવા મામલે થયેલી માથાકૂટે ભારે ચર્ચા જગાવી હતી.


ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની તથા તોડફોડની ઘટના બની હતી. જેને લઇને ભારે ઓહાપોહ મચ્યો હતો. ખુદ ગૃહ રાજ્યમંત્રીએ આખો મામલો પોતાના હાથમાં લઈને તપાસ તેજ કરાવી હતી. આ ઘટના બાદ વિદેશી વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે, એક સરકારી હોસ્પિટલમાં છોકરા-છોકરીઓ 24x7 એક સાથે રહેશે. આ મામલો છે ગુજરાત યુનિવર્સિટીનો. ગુજરાત યુનિવર્સિટીમાં બહારથી આવીને રહેતા એનઆરઆઈ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને એક મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એક સરકારી સંસ્થાની એક જ હોસ્ટેલમાં 24x7 ભેગા રહેેશે છોકરા-છોકરીઓ. પ્રથમ વખત વિદેશી વિદ્યાર્થીઓને ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલને આ પ્રકારે ભેગી કરવામાં આવી રહી છે. 


ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ NRI હોસ્ટેલ આવેલી છે. NRI હોસ્ટેલ ચાર માળની છે. હોસ્ટેલમાં 92 રૂમ તમામ સુવિધાઓથી સજજ છે. હોસ્ટેલમાં નીચેના માળે 12 રૂમ છે. જ્યારે ચાર માળમાં 20-20 રૂમ છે. એક રૂમમાં ચાર વિદ્યાર્થીઓ રહી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે જ્યારે તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્ટેલ માટેની નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે.  જો કે, હોસ્ટેલમાં નીચેનો માળ ખાલી રાખવામાં આવશે. NRI હોસ્ટેલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 12 રૂમ ખાલી રાખવામાં આવશે. જ્યાં ક્યારેક વિદ્યાર્થીઓના વાલી કે પરિચિત આવે તો તેમને પરવાનગી સાથે રાખી શકાશે. હોસ્ટેલમાં પ્રથમ માળે આવેલા 20 રૂમમાં વિદેશી વિદ્યાર્થિનીઓ રહેશે. હોસ્ટેલમાં બીજા અને ત્રીજા માળે વિદેશી વિદ્યાર્થીઓ રહશે. અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ એક જ હોસ્ટેલમાં એક સાથે રહશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application