મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં બુહારી રોડ ઉપર દાદરિયા સડક ફળિયા પાસે બસ સ્ટેશનની આગળ વળાંકમાં રોડ ઉપર એક અજાણ્યા કારે પાછળથી ટક્કર મારતા મોટરસાઈક સવાર બંને જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ડોલવણનાં કલકવા ગામનાં પટેલ ફળિયામાં રહેતા પ્રતિકભાઈ ધીરુભાઈ પટેલ (ઉ.વ.૩૨)નો અને મેહુલસિંહ હર્ષદસિંહ પરમાર (ઉ.વ.૪૦., રહે.ઘાણી, રાજપૂત ફળિયું, ડોલવણ)નાંઓ તારીખ ૧૦/૧૦/૨૦૨૪નાં રોજ મોટરસાઈકલ નંબર જીજે/૧૯/એ/૫૫૪૦ની ઉપર દાદરિયાથી બુહારી તરફ આવતા હતા. તે સમયે દાદરિયા સડક ફળિયા પાસે બસ સ્ટેશનની આગળ વળાંકમાં આવતા હતા તે દરમિયાન એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નંબર જીજે/૨૧/એએચ/૩૮૪૯નાં ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જોકે આ અકસ્માતમાં પ્રતિકભાઈને ડાબા હાથે અને ડાબા પગે ઈજાઓ પહોંચાડી હતી જયારે તેમની સાથેના મેહુલસિંહને છાતીના ભાગે પાસળીમાં ફેકચર થતાં ગંભીર ઈજાઓ તથા પીઠના ભાગે મણકામાં તેમજ પગે પણ ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પ્રતિકભાઈએ વાલોડ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે તારીખ ૧૧/૧૦/૨૦૨૪નાં રોજ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application