Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેક્સિનનાં બંને ડોઝથી કોરોનામાં મોતનું જોખમ 94 ટકા જેટલું ઘટી જાય છે

  • April 28, 2022 

કોવિડ-19 વિરોધી વેક્સિનનો ડબલ ડોઝ લેવાથી મૃત્યુનું જોખમ 94 ટકા ઘટી જતુ હોવાનું મુંબઇ મહાપાલિકા સંચાલિત સેવન-હિલ્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે. હોસ્પિટલમાં જુલાઇ-2021 અને ફેબુ્રઆરી-2022 વચ્ચે વેક્સિન લીધા વિના દાખલ થયેલા દર્દીઓમાં મોતની ટક્કાવારી ઉંચી જોવા મળી હતી. વેક્સિન ન લેનારા દર પાંચમાંથી એક વ્ય્યક્તિને વાયરસ ભરખી ગયો હતો એવું અભ્યાસ કહે છે. જ્યારે અંશતઃ વેક્સિનેટેડ દર્દીઓની સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવાની ટક્કાવારી 93.45 ટકા નોંધાઇ હતી. દેશમાં કોવિડ-19 વિરોધી વેક્સિનેશન શરૂ થયાને 1 વર્ષથી વધુ સમય થઇ ગયો હોવા છતાં રસીની ઇન્ફેકશન્સ પર અસર વિશે બહુ થોડી જાણકારી ઉપલબ્ધ છે. વેક્સિન્સ શરીરની કુદરતી સંરક્ષણ યંત્રણા (રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુન સિસ્ટમ)ને વાયરસને ઓળખી એની સામે લડવા તાલિમ આપી તૈયાર કરે છે.


એટલે વેક્સિન લીધા પછી વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તુરત એનો નાશ કરી નાખે છે અને વ્યક્તિ કોવિડની બિમારીથી બચી જાય છે. સેવન હિલ્સ હોસ્પિટલમાં વેક્સિન લીધી હોવા છતાં દર્દીઓને કોવિડ-19નું ઇન્ફેકશન લાગવા વિશે અભ્યાસ હાથ ધરાયો હતો. આ દર્દીઓ જુલાઇ-2021થી ફેબુ્રઆરી-2022 વચ્ચે હોસ્પિટલમાં એડમિટ થયા હતા. આ સમયગાળામાં કુલ 9893 કોવિડ પોઝિટીવ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી 4710 (47.60 ટકા) દર્દીઓ ફુલ્લી વેક્સિનેટેડ હતા, 1497 (15.3 ટકા) પેશન્ટસે એક ડોઝ લીધો હતો જ્યારે 3686 દર્દીઓ (37.25 ટકા) એ વેક્સિન લીધી જ નહોતી. સિંગલ ડોઝ લેનાર સિંગલ ડોઝ લેનાર 1405 દર્દીઓમાંથી 98 (6.52 ટકા) લોકોના મોત થયા હતા. જ્યારે 4429 ફુલ્લી વેક્સિનેટેડ દર્દીઓમાંથી 281 (5.96 ટકા) વ્યક્તિ મૃત્યુ પામી હતી. જ્યારે એક પણ વેક્સિન ન લેનાર 3686  પેશન્ટ્સમાંથી 745 (24.41 ટકા) લોકો વાયરસ સામેનો જંગ હારી દુનિયા છોડી ગયા હતા. સેવન હિલ્સ હોસ્પિટલના એડિશનલ ડીન ડૉ.સ્મિતા ચવ્હાણે જણાવ્યું હતું કે, વેક્સિન તમને  રોગની તીવ્રતાથી બચાવે છે પરંતુ તમને ઇન્ફેકશન સામે રક્ષણ નથી આપી શકતી એવો નિર્દેશ અભ્યાસમાંથી મળ્યો છે.


અભ્યાસે એવું પણ દર્શાવ્યું છે કે, દરેક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ જુદી છે એટલે વેક્સિનનો પ્રતિસાદ પણ અલગ અલગ હોય છે. પરંતુ એક વાત નક્કી છે કે વેક્સિન્સ લોકોને ઇન્ફેકશન લાગે તો પણ એને લીધે કોમપ્લિકેશન્સ ઉભા થવા સામે રક્ષણ આપે છે. અભ્યાસ એ પણ દર્શાવે છે કે, લોકો માટે બે ડોઝ પછી બુસ્ટર ડોઝ લેવો કેટલો મહત્વનો છે. બુસ્ટર ડોઝથી એન્ટીબોડીનું લેવલ જળવાઇ રહે છે. એટલે હું ખાસ કરીને વરિષ્ઠ ધરાવતા લોકોને એમણે બીજો શોટ લીધા પછી 9 માસ પુરા થઇ ગયા હોય તો બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરું છું. કોવિડ ટાસ્ટ ફોર્સના સભ્ય ડૉ.ઓમ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, વેક્સિન્સ શરીરને વાયરસ સામે લડવામાં મદદરૂપ થાય છે એ વાતમાં કોઇ શંકા નથી. વેક્સિનેશનને કારણે જ હવે બહુ થોડા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application