Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં બુટલેગરો બેખૌફ : સોનગઢમાં હેડ કોન્સ્ટેબલને કચડી નાંખવાનો પ્રયાસ કરાયો

  • November 07, 2023 

બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ સપ્લાય કરતી કારને પકડવા ગયેલી પોલીસ ઉપર બુટલેગર દ્વારા કાર ઉપર ચઢાવી હેડ કોન્સ્ટેબલને કચડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે હેડ કોન્સ્ટેબલ સતર્કતાથી બચી જતા પગના ભાગે ઈજા પહોંચી હતી.બુટલેગરે નજીકના એક ઘરની કાચી વાડમાં કાર નાખી કાર સ્થળ પર કાર મૂકી પોતે નાશી જવામાં સફળ રહ્યો હતો. જોકે આ દરમિયાન તેની ઓળખ થઇ જતા સોનગઢ પોલીસે તેને ભાગેડુ ઘોષિત કર્યો છે.



સોનગઢના કેલાઈ ગામના કેલાઈ ગામના વિસ્તારમાંથી કારમાં લઇ જવાતો ઈંગ્લીશદારૂનો જથ્થો ઝડપી પાડવામાં સોનગઢ પોલીસને સફળતા મળી છે, આ મામલે પોલીસે કાર અને ઈંગ્લીશદારૂનો જથ્થો મળી કુલ રૂ. ૩.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોમવારે સોનગઢના કેલાઈ ગામના માર્ગે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો.કાર ચાલક પોતાની કબજાની કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દરમિયાન કેલાઈ ગામના ત્રણ રસ્તા પાસે હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ હીરાલાલભાઈ ઉપર દારૂ ભરેલી કાર ચઢાવી પોલીસને કચડી દેવાનો પ્રયાસ આ બુટલેગરે કર્યો હતો. જોકે સમય સુચકતા વાપરી હેડ કોન્સ્ટેબલ સાઈટ પર ખસી જતા તેને માત્ર પગના ભાગ ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન બુટલેગરે દારૂ ભરેલી પોતાના કબજાની કાર નજીકના એક ઘરની કાચી વાડમાં નાંખી કાર સ્થળ પર નાશી ગયો હતો.




પોલીસે તપાસ કરતા કાર નંબર જીજે-૨૬-એબી-૯૯૭૭માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો પ્રોહી મુદ્દામાલ બોટલ નંગ ૬૨૪ જેની કિંમત ૪૦,૮૦૦/-નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે સોનગઢ પોલીસ દ્વારા કાર અને દારુ મળી કુલ રૂપિયા ૩,૪૦,૮૦૦/-નો મુદ્દામાલ ક્બ્જે કરી કાર ચાલક સમુવેલ ઉર્ફે ડીકો દિલીપભાઈ ગામીત રહે,લક્કડકોટ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાને વોન્ટેડ કરી તેની વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રેઉલ્લેખ્નીય છેકે,આ વોન્ટેડ આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.ઉકાઈ પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનો નોંધાઈ ચુક્યો છે. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application