Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં માણેકપોર ચેકપોસ્ટ પરથી પીકઅપ ટેમ્પોમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે બુટલેગર ઝડપાયો

  • November 09, 2024 

બારડોલી નેશનલ હાઈવે પર માણેકપોર ચેકપોસ્ટ પરથી સુરત જિલ્લા એલ.સી.બી. ટીમે બાતમીનાં આધારે મહેન્દ્ર કંપનીની બોલેરો પીકઅપને રૂપિયા ૩.૩૭ લાખનાં દારૂનાં જથ્થા સાથે પકડી પાડી હતી. પોલીસે દારૂનું વહન કરતા પલાસણાનાં બુટલેગર પકડી ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી ગ્રામ્ય પોલીસ મથકેથી જાણવા મળતી વિગત પ્રમાણે બારડોલી નેશનલ હાઈવે પર આવેલા માણેકપોર ચેકપોસ્ટ પરથી મોટા જથ્થામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને એક મહેન્દ્ર કંપનીની બોલેરો પીકઅપ પસાર થવાની હોવાની બાતમીનાં આધારે આ બોલેરો પીકઅપ આવી પહચોતા LCB પોલીસે ગાડી અટકાવી તેમા તલાશી લેતા હાલમા પલસાણા તાલુકાનાં  કારેલી ગામની આરાધના સ્કાય પાર્ક સોસયટીમાં રહેતા બુટલેગર યોગેશ રઘુનાથ તાવડે (મુળ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના મુલગી ગામ)ને આ ગાડીમાંથી વિદેશી બનાવટની દારૂની બાટલીઓ નંગ ર૯૫૨ જેની કિંમત રૂપિયા ૩,૩૭,૫૧૨/-નાં જથ્થા સાથે પકડી પડાયો હતો. LCBએ પકડાયેલા આ કેસમા દારૂ મંગાવનાર સુરત શહેરના બુટલેગર હરિકેશ યાદવ, દારૂનો જથ્થો પીકઅપમાં ભરી ધુલીયા સુધી આપી જનાર બુટલેગર રાજેશ (રહે.ધુલીયા, મહારાષ્ટ્ર) અને દારૂનો જથ્થો ભરેલી બોલેરો પીકઅપ ગાડી કડોદરા ખાતે લેવા આવનાર બુટલેગર જીતુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આમ, પોલીસે દારૂ, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ રૂપિયા ૮,૫૨,૯૧૨/-નો મુદ્દામાલ કબ્જે કરી બારડોલી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application