Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના મેઘપુર ગામનાં દાદરી ફળિયામાંથી બુટલેગરને દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યો, એક વોન્ટેડ

  • October 07, 2023 

વ્યારા તાલુકાનાં મેઘપુર ગામે દાદરી ફળિયામાં રહેતો બુટલેગર કેયુર નટુભાઈ ગામીતને ત્યાં દમણથી ઇંગલિશ દારૂ ભરીને એક કાર આપવા આવી છે જે બાતમીના આધારે તાપી એલ.સી.બી. પોલીસે સ્થળ પર જઈ રેઈડ કરતા ઘરની આગળ એક કાર નંબર DD/03/K/6265 ઊભી હતી.



જોકે પોલીસને જોઈ ઊભેલા બે ઈસમો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા અને માલિક કેયુર નટુભાઈ ગામીતને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે ઝડપાયેલને સાથે રાખી કારમાં તપાસ હાથ ધરતા સીટ કે ડીકીમાંથી દારૂ મળી આવ્યો ન હતો જેથી પોલીસે કેયુરની કડકાઈથી પૂછપરછ કરતા તેણે પાના વડે આગળ અને પાછળના બમ્પર અને હેડલાઈટને ખોલતા અંદર બનાવેલ ચોરખાનામાંથી દારૂની કુલ 288 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 28,800/- હતી. તેમજ પોલીસે સ્થળ ઉપરથી નાસી જનાર કેતન ઉર્ફે કૃણાલ અશોકભાઈ કામલી (રહે.નાની દમણ) જે કારમાં ભરીને લાવ્યો હતો તેને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ કેયુર ગામીત વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આમ પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો 1 નંગ મોબાઈલ તથા કાર મળી કુલ રૂપિયા 3,33,880/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application