Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : વિદેશી દારૂનાં જથ્થા સાથે બુટલેગર ઝડપાયો, જ્યારે મહિલા સહિત બે વોન્ટેડ

  • December 22, 2022 

ભરૂચનાં દાંડિયા બજાર લોઢવાડનાં ટેકરા પાસે કારમાંથી મહિલા બુટલેગરનાં ઘરે વિદેશી દારૂનો જથ્થો ઠલવાય તે પહેલા પોલીસ ત્રાટકી હતી. જેમાં વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 6.78 લાખથી વધુનાં મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે મહિલા સહિત બે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, દાંડિયાબજાર લોઢવાડનાં ટેકરા ખાતે રહેતી મહિલા બુટલેગર રક્ષાબેન નરેશ કહારે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે અને આ જથ્થો કાર નંબર GJ/16/CB/3789માંથી ઉતરી રહ્યો છે.




જે બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યો હતો. પોલીસના દરોડાને પગલે બુટલેગર ભરત મગન પટેલ અને રક્ષાબેન કહાર ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 670 નંગ બોટલ કબ્જે કરી હતી. આમ, પોલીસે રૂપિયા 1.73 લાખનો દારૂ અને 2 નંગ મોબઈલ તેમજ કાર મળી કુલ રૂપિયા 6.78 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાછળ રહેતો કુખ્યાત બુટલેગર રાહુલ કિશોર કાયસ્થને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application