મહુવા તાલુકાના તરસાડી ખાતે રહેતો બુટલેગર દિનેશ ઉર્ફે દિનિયો મારવાડી સુરેશચંદ્ર સોની જે મહુવાથી સરભોણ જતા રોડ ઉપર મહેશભાઈ પટેલના ખેતરમાં કારમાંથી સગેવગે કરાઈ રહેલો ૨.૧૭ લાખની કિંમતના દારૂનો જથ્થો એલ.સી.બી. પોલસે ઝડપી ચાલકની ધરપકડ કરી હતી. સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક ક્રિયા સેલ્ટોસ ગાડીમાં બારડોલી તાલુકાના સરભોણથી મહુવા જવાના રોડ પર આવેલી ખેતરાડીના રસ્તે મોટા પ્રમાણમાં ઈગ્લિશ દારૂનો જથ્થો કાર્ટીંગ કરાઈ રહ્યો છે.
જેથી ત્યાં રેડ કરતા ગાડીનો ચાલક અખિલેશ ઉર્ફે અક્કિ મહેન્દ્રભાઈ યાદવ (રહે.પારડી ચાર રસ્તા સ્ટેશન રોડ, યાદવ શોપીંગ સેન્ટરની પાછળ વોર્ડ નં.૧ ઘર નં.૪૯ કેરી માર્કેટની પાછળ, જિ.વલસાડ)ની ધરપકડ કરી હતી. પલીસે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર મેસ્ટ્રો મોપેડનો ચાલક દિનેશ ઉર્ફે દિનીયો મારવાડી સુરેશચંદ્ર સોની (રહે.તરસાડી તા.મહુવા., જિ. સુરત, રાજુ ઉર્ફે રાજુ પુના સોહનલાલ શર્મા રહે.હાલ માંડવી તા.માંડવી જી. સુરત) અને દારૂનો જથ્થો મોકલનાર અંકિત માહ્યાવંશી (રહે.મોટી દમણ)ને વોન્ટેડ જાહેર કર્યા છે. એલ.સી.બી. પોલીસે દારૂ-બીયરની ૧૬૩૬ બોટલ કુલ કિંમત રૂપિયા ૨,૧૭,૫૦૦/-, કિયા કંપનીની સેલ્ટોસ ગાડી જેની કિંમત રૂપિયા ૧૦ લાખ, મેસ્ટ્રો મોપેડ જેની કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મળી કુલ્લે રૂપિયા ૧૨,૬૨,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500