વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આવધા ગામમાં સાકાર વાંચન કુટીરમાં રોટરી ક્લબ ઓફ વાપી, કોટક એજન્સી ધરમપુર, RAINBOW WARRIORS DHARAMPUR અને ગ્રામ પંચાયત આવધાના સંયુક્ત ઉપક્રમે "પુસ્તક પ્રદર્શન" તથા "ચિત્રકામ સ્પર્ધા" યોજવામાં આવી હતી. કાર્યક્રમનું ઉદઘાટન ગામના ઉપસરપંચના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત પુસ્તક પ્રદર્શન તથા ચિત્રકામ સ્પર્ધામાં આવધા પ્રા.શાળાના આચાર્યા, શિક્ષક, માજી સરપંચ, વગેરે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પુસ્તક પ્રદર્શનમાં ગામના યુવાનો અને આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી પુસ્તક પ્રદર્શન નિહાળ્યું હતું.
ચિત્રકામ સ્પર્ધામાં પ્રથમ ૧ થી ૩ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોટરી કલબ ઓફ વાપી રિવર સાઇડ તથા કોટક એજન્સી ધરમપુર તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાઈ સેવા સહયોગ ગ્રુપ આવધાના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો ડે.સરપંચ તથા ગામના યુવાનો, આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ આયોજન તથા સંચાલન સાઈ સેવા સહયોગ ગ્રુપના સભ્યો તથા RAINBOW WARRIORS DHARAMPUR ના કો.એ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500