બોમ્બે હાઈકોર્ટે નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને દોષિત ઠેરવ્યા છે. હાઈકોર્ટે પ્રદીપ શર્મા સહિત કુલ 13 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે તેની આજીવન કેદની સજા યથાવત રાખી છે. અત્રે ઉલ્લેખનીય કે 11 નવેમ્બર, 2006ના રોજ પોલીસે દાવો કર્યો હતો કે, તેણે લખન ભૈયાનું એન્કાઉન્ટર કર્યું હતું, જે પાછળથી નકલી સાબિત થયું હતું. મળતી માહિતી મુજબ, 2006માં પોલીસે મુંબઈના કુખ્યાત લખન ભૈયાનુ એન્કાઉન્ટર કર્યું હતું. જે બાદ પોલીસ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા પર અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા.
આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ટ્રાયલ કોર્ટે પ્રદીપ શર્માને નિર્દોષ જાહેર કર્યા હતા પરંતુ આ કેસમાં અન્ય આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. પરંતુ, હાઈકોર્ટે પ્રદીપ શર્માને પણ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. બોમ્બે હાઈકોર્ટે સુપર કોર્પોરેશન પ્રદીપ શર્માને 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ ગૌરી ગોડસેની ખંડપીઠે 16 અપીલોની સુનાવણી બાદ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. આ અંગેનો ચુકાદો આજે જાહેર કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં પોલીસે લખન ભૈયા નામના વ્યક્તિની ગેંગસ્ટર એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. તે છોટા રાજન ગેંગનો સભ્ય હોવાની શંકા હતી. મુંબઈના વર્સોવા વિસ્તારમાં 11 નવેમ્બર 2006ના રોજ સાંજે તેનુ એન્કાઉન્ટર કરાયું હતું. આ સમગ્ર કેસની આગેવાની પૂર્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માએ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500