Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોમ્બે હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને ભારતનાં મુખ્ય ન્યાયાધીશએ સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે શપથ અપાવ્યા

  • December 12, 2022 

બોમ્બે હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ દીપાંકર દત્તાને સોમવારે ભારતનાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાઈ.ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે શપથ અપાવ્યા. જજ દીપાંકર દત્તા કલકત્તા હાઈકોર્ટનાં પૂર્વ જજ દિવંગત સલિલ કુમાર દત્તાના પુત્ર છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રહી ચૂકેલા જજ અમિતાવ રોયના બનેવી છે. તેમણે આજે સવારે 10.36 વાગે સુપ્રીમ કોર્ટના કોર્ટ રૂમ 1 માં શપથ લીધા. જજ દત્તાના શપથ ગ્રહણની સાથે સુપ્રીમ કોર્ટમાં જજની કુલ સંખ્યા 28 થઈ ગઈ છે, જ્યારે સીજેઆઈ સહિત 34ની સ્વીકૃત શક્તિ છે. જસ્ટિસ દત્તાની રવિવારે હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવામાં આવી હતી.




કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ ટ્વીટર પર જસ્ટિસ દીપાંકર દત્તાની સુપ્રીમ કોર્ટમાં બઢતી કરવાની જાહેરાત કરી હતી. જસ્ટિસ દત્તાનો જન્મ 9 ફેબ્રુઆરી 1965એ થયો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે તેમનો કાર્યકાળ 8 ફેબ્રુઆરી 2030 સુધી રહેશે. સુપ્રીમ કોર્ટમાં સેવાનિવૃતિની વયમર્યાદા 65 વર્ષની છે. તેમના નામની ભલામણ ગત વર્ષે સપ્ટેમ્બરમાં તત્કાલીન જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી કોલેજિયમે કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તાની 22 જૂન, 2006એ કલકત્તા હાઈકોર્ટના સ્થાયી જજ તરીકે બઢતી કરવામાં આવી હતી. જસ્ટિસ દત્તાને 28 એપ્રિલ 2020એ બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા હતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application