છેલ્લા ઘણા સમયથી દેશના વિવિધ શહેર સ્કૂલ, કોલેજ, મોલ જેવી જગ્યાઓએ બોમ્બ વિસ્સ્ફોટની ધમકીઓ મળી રહી છે. ફ્લાઈટમાં પણ બોમ્બ વિસ્ફોટની ધમકીઓ પણ મળી હતી. એવામાં આજે ગુરુવારે મુંબઈથી કેરળના તિરુવનંતપુરમ એરપોર્ટ પર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, જેના કારણે હોબાળો મચી ગયો હતો. તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
એરપોર્ટે પ્રસાશને જણાવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ 657 તિરુવનંતપુરમ એરપોર્ટ પર લેન્ડ કરી ચુકી છે. ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હાલ વિમાનને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યું છે. મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. એરક્રાફ્ટને આઈસોલેશન બેમાં રાખવામાં આવ્યા હોવાથી અન્ય એરક્રાફ્ટને કોઈ ખતરો નથી.હાલમાં, બોમ્બના સમાચાર અફવા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે મોટાભાગના કેસોમાં ધમકી અફાવા સાબિત થઇ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500