સુરત જિલ્લાનાં પલસાણાનાં વરેલી ગામે શાંતિનગર ખાતે કેટલાક શખ્સો ગેસ રિફિલિંગ કરી રહ્યા હોવાની બાતમી મળી મળતા ત્યાં રેડ કરી પોલીસ કૈલાશચંદ જગદીશપ્રસાદ તેલી (રહે.વરેલી, શાંતિનગર, અંબિકા પેલેસ રૂમ નં.-૪, તા.પલસાણા, જિ.સુરત, મૂળ રહે.વિજયનગર, થાના, વિચાવર.તા.મસુદા, જિ.અજમેર, રાજસ્થન)ને પકડી કોમર્શિયલ રિલાઈન્સ કંપનીનો ૧૫ કિ.ગ્રા.વાળા થોડોક ગેસ ભરેલી ૧ બાટલ જેની કિંમત રૂપિયા ૨૫૦૦ તથા ૫ કિ.ગ્રા.વાળી એક નાની ખાલી બોટલ, ૧ વજનકાંટો, બન્ને તરફની વાલ્વ પાઈપ મળી રૂપિયા ૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ ઉપરાંત રોશન લલારામ કલાલ (રહે. ચલથાણ, સિલિકોન ટાઉનશિપ વિભાગ-સી. ફેલ્ટ નંબર ૨૦૩, તા.પલસાણા, જિ.સુરત)ને ગેસની બોટલ, વજનકાંટો મળી રૂ.૯,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. દિલીપ લલન ઠાકુર (હાલ રહે.વરેલી, વ્રજધામ સોસાયટી, પલસાણા) રૂ.૭,૦૦૦/-ના ગેસ રિફિલિંગના સાધનો સાથે ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500