અફઘાનિસ્તાનનાં બલ્ખ પ્રાંતમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો. જોકે આ હુમલામાં 7 લોકોનાં મોત નીપજ્યા. જયારે રિપોર્ટ અનુસાર આ બોમ્બ વિસ્ફોટ બલ્ખ પ્રાંતની રાજધાની મજાર-એ-શરીફમાં થયો તેમજ મંગળવારે સરકારી કર્મચારીઓની એક બસ રસ્તા કિનારે મૂકેલા બોમ્બની ચપેટમાં આવી ગઈ. ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયો અને 7 લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત છે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મજાર-એ-શરીફ શહેરના પોલીસ જિલ્લા 3માં મંગળવારે સવારે લગભગ 7.30 વાગે હિરાતન સરહદી કસ્બાનાં પેટ્રોલિયમ ડિરેક્ટોરેટનાં કર્મચારીઓની બસમાં કિનારે અચાનક એક બોમ્બ વિસ્ફોટ થયો જેમાં 7 લોકોનાં મોત નીપજ્યા અને અન્ય 6 ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સરકારી અધિકારીએ જણાવ્યુ કે, જે સમયે આ બ્લાસ્ટ થયો તે સમયે તમામ કર્મચારી બસમાં સવાર થઈને પોતાના કાર્યસ્થળ જઈ રહ્યા હતા. પોલીસે આ હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં કોઈ જૂથ, વ્યક્તિ કે સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application