Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલીવુડના વિતેલ જમાનાની અભિનેત્રી વહિદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઇ

  • September 29, 2023 

બોલીવુડના વિતેલા જમાનાની અભિનેત્રી વહિદા રહેમાનને પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદગી થઇ છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા 53માં દાદા સાહેબ ફાળકે એવોર્ડની જાહેરાત થતા વહિદા રહેમાનના ચાહકોમાં ખૂશી જોવા મળી રહી છે. ગત વર્ષ આશા પારેખ અને આ વર્ષે વહિદા રહેમાનને ભારતના સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર મળી રહયો છે. બોલીવુડમાં એક સમય હતો કે અભિનેત્રીઓ ફિલ્મોમાં અભિનેતાઓની સહાયક જેવી ભૂમિકામાં રહેતી હતી. અભિનેત્રીઓને ગ્લમેરસ પ્રકારના ચોકકસ અભિનયમાં જ સેટ કરવામાં આવતી. ફિલ્મોમાં અભિનેતા જ છવાઇ જતા હતા. આવા સમયે વહિદા રહેમાને હિંદી ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન ઉભું કર્યુ હતું.



ગાઇડ, સાહેબ બીબી ઔર ગુલામ, કાગજ કે ફૂલ અને પ્યાસા જેવી ફિલ્મોમાં અભિનયના અજવાળા પાથર્યા હતા. વહિદા રહેમાનને પદ્મશ્રી અને પદ્મભૂષણ એમ બે નાગરિક સન્માન મળેલા છે. રેશ્મા અને શેરા ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. 1965માં દેવાનંદની યાદગાર ફિલ્મ ગાઇડને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 3 ફેબ્રુઆરી 1938માં ચેન્નાઇ ખાતે વહિદા રહેમાનનો જ્ન્મ થયો હતો. 1955માં 17 વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પદાર્પણ કર્યુ હતું. 1956માં હિંદી ફિલ્મ સીઆઇડી તેમની પ્રથમ ફિલ્મ હતી જેમાં અભિનેતા ગુરુદત્ત હતા. ગુરુદત્ત અને વહિદા રહેમાનની જોડીએ અનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો જેમાં પ્યાસા અને સાહેબ બીબી ઓર ગુલામનો પણ સમાવેશ થાય છે. ગુરુદત્ત અને વહિદાના કથિત પ્રેમ પ્રકરણે ચર્ચા જગાવી હતી. 10 ઓકટોબર 1964ના રોજ ગુરુદત્તે આત્મહત્યા કરી લેતા તે આઘાતમાં સરી પડી હતી.



જીવનના નાજૂક તબક્કામાં પણ હાર માની ન હતી. 1965માં દેવાનંદ સાથે મશહૂર ગાઇડ ફિલ્મમાં યાદગાર અભિનય કર્યો હતો. 1974માં ફિલ્મ અભિનેતા શશિ રેખી સાથે લગ્ન કર્યા હતા. એ સમયે વહિદા રહેમાનની ફિલ્મ કારર્કિદી ખૂબ ઉંચાઇ પર હતી. વર્ષ 2000માં પતિનું અવસાન થયા પછી જીવનના ખાલિપાને ફરી અભિનયથી ભરવા પ્રયાસ કર્યો હતો. ફિલ્મ વોટર, રંગ દે બસંતી અને દિલ્હી ૬ જેવી નવા જમાનાની ફિલ્મોમાં અભિનય કરીને ધ્યાન ખેંચ્યું હતું. 2013માં ફિલ્મ ફેરના લાઇફ ટાઇમ અચિવમેન્ટથી સન્માનિત કરવામાં આવી હતી. તેમના બે સંતાનો ના નામ સોહિલ રેખવી અને કાસ્વી રેખી છે. વિતેલા જમાનાની અભિનેત્રી વહિદા રહેમાનને કેટલાક બોલીવુડની સૌથી ખૂબસૂરત અભિનેત્રી ગણે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application