Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલીવૂડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે 53માં માળે રૂપિયા 48 કરોડનો આલિશાન ફ્લેટ ખરીદ્યો

  • October 06, 2022 

બોલીવૂડની ધક ધક ગર્લ તરીકે માધુરી દીક્ષિતે મુંબઇનાં વૈભવી એરિયા વરલીમાં આશરે 48 કરોડ રૂપિયામાં એક આલિશાન ફ્લેટ ખરીદ્યો છે. 53માં માળે આવેલા આ ફ્લેટમાંથી સમુદ્રનો સુંદર નઝારો માણી શકાય છે. બજાર વર્તુળોના જણાવ્યા અનુસાર, માધુરીએ 5,384 સ્કે.ફૂટના ઘર માટે પ્રતિ સ્કે. ફૂટ રૂપિયા 90 હજાર આપ્યા છે. આ ફ્લેટ સાથે માધુરીને 7 કાર પાર્કિંગ સ્લોટ પણ આપવામાં આવ્યા છે. આ સોસાયટીમાં ફૂટબોલ, ક્રિકેટ પીચ, સ્વિમિંગ પુલ સહિતની વૈભવી સવલતો છે.




જયારે આજ સોસાયટીમાં માધુરી હાલ ભાડા પર એક ઘર લઇને રહેતી હતી. તે પણ સી વ્યૂ અપાર્ટમેન્ટ હતો. જેના માટે અભિનેત્રી મહિનાના રૂપિયા 12 લાખ ભાડા પેટે આપતી હતી. તેનું આ ઘર પણ 5,500 સ્કે.ફૂટનું છે. માધુરીએ હરિયાણામાં આવેલી પોતાની એક કોઠી 2019માં 3.25 કરોડમાં વેંચી નાખી હતી. આ કોઠીને માધુરીને ચૌધરી ભજનલાલે સીએમ ક્વોટામાંથી આપી હતી. ત્યારે માધુરીએ તેના માટે અઢી લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. એમ મનાય છે કે, માધુરી 250 કરોડની નેટવર્થ  ધરાવે છે. તે ફિલ્મા ઉપરાંત, વેબ સીરીઝ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને રિયાલિટી શો તેમજ પોતાની યૂટ્બૂય ચેનલ અને ઓનલાઇન ડાન્સ સ્કૂલથી તગડી કમાણી કરે છે. માધુરી એક ફિલ્મ માટે રૂપિયા 4-5  કરોડ, રિયાલિટી શોના નિર્ણાયક તરીકે એપિસોડ દીઠ 30 લાખ રૂપિયા મેળવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application