90નાં દાયકાની અનેક સુપરહિટ ફિલ્મોનાં નિર્માતા નીતિન મનમોહનનું નિધન થતાં બોલીવુડમાં ગમગીન છવાયું છે. આ મહિનાની શરૂઆતમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. વાશીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં તેમણે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. નિતિન મનમોહન છેલ્લા 15 દિવસોથી વેન્ટિલેન્ટર પર હતા, તબીબોએ તેમને બચાવાના પૂરા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેને બચાવી શકાયા નહીં. નિતિન મનમોહને બોલીવૂડને ઘણી હિટ ફિલ્મો આપી છે. તેઓ ફક્ત નિર્માતા જ નહીં પરંતુ સાથેસાથે ડાયરેકટર અને સ્ટોરી રાઇટર પણ હતા. તેણે બોલ રાધા બોલ, બાગી લાડલા, રેડી, આર્મી, શૂલ, લવ કે લિયે કુછ ભી કરેગા, દસ, યમલા પગલા તેમજ અન્ય ફિલ્મો સામેલ છે.
તેમની છેલ્લી ફિલ્મ દસ હતી જે તેઓ પૂરી કરી શક્યા ન હતા. તેમની 'ઈન્સાફ' ફિલ્મ દ્વારા વિનોદ ખન્નાએ દાયકાઓ બાદ બોલીવૂડમાં સફળ પુનરાગમન કર્યું હતું. તેમના પિતા મનમોહન પણ બોલીવૂડનાં વિતેલા યુગના જાણીતા ચરિત્ર અભિનેતા હતા. નીતિન મનમોહનનાં પરિવારમાં પત્ની તથા પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમના પુત્ર દુબઈથી પાછા આવે ત્યાર બાદ અંતિમ સંસ્કાર થશે તેમ બોલીવૂડનાં વર્તુળોએ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500