બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિતનાં માતા સ્નેહલતા દેશમુખનું આજે સવારે નિધન થયું છે. મુંબઈના વરલી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેત્રીની માતાની ઉંમર 91 વર્ષની હતી. માધુરી દીક્ષિત માતાને ગુમાવવાને લીધે ખૂબ જ દુઃખી છે. માધુરી દીક્ષિતની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં તેની માતાએ તેને ઘણો સાથ આપ્યો હતો. ફિલ્મનું શૂટિંગ હોય કે કોઈ પણ ઈવેન્ટ, તેની માતા હંમેશા માધુરીની સાથે રહેતી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂનમાં માધુરીએ તેની માતાનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો અને તેની માતાના જન્મદિવસની ઉજવણી કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની માતા સાથેની યાદોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, હેપ્પી બર્થડે આઈ! કહેવાય છે કે માતા દીકરીની બેસ્ટ ફ્રેન્ડ હોય છે. તે ખરેખર સાચું છે. તમે મારા માટે જે કંઈ કર્યું છે, તમે મને જે પાઠ શીખવ્યો છે તે તમે મને આપેલી સૌથી મોટી ભેટ છે. હું તમારા માટે ફક્ત સારા સ્વાસ્થ્ય અને સુખની ઇચ્છા કરું છું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500