Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન દ્વારા પાન મસાલાને પ્રમોટ કરવા મુદ્દે નોટીશ ફટકારાઈ

  • December 10, 2023 

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન દ્વારા પાન મસાલાને પ્રમોટ કરવાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચની અવમાનના અરજી પર કેન્દ્ર સરકારે પોતાનો જવાબ આપ્યો છે કે, પાન મસાલાની જાહેરાતના મામલામાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ, અજય અને અક્ષય કુમારને નોટિસ પાઠવવામાં આવી છે. આ મામલામાં કેન્દ્ર સરકારના વકીલે હાઈકોર્ટને જાણ કરી હતી કે, સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે, આવી સ્થિતિમાં આ અરજીને તાત્કાલિક ફગાવી દેવી જોઈએ. બેન્ચે તમામ દલીલો સાંભળ્યા બાદ આ મામલે આગામી સુનાવણીની તારીખ 9 મે, 2024 નક્કી કરી છે.



આ આદેશ જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની સિંગલ બેન્ચે અવમાનનાની અરજી પર આપ્યો હતો. ન્યાયમૂર્તિ રાજેશ સિંહ ચૌહાણની ખંડપીઠે અગાઉ કેન્દ્ર સરકારને અરજદારની રજૂઆત પર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેમણે મૂળભૂત રીતે એવી દલીલ કરી હતી કે અભિનેતાઓ અને મહાનુભાવો સામે પગલાં લેવા જોઈએ જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ ગુટખા કંપનીઓ માટે જાહેરાત કરી રહ્યા હતા. જોકે અરજદારે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, 22 ઓક્ટોબરના રોજ લોકોએ આ અભિનેતાઓ વતી સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી.



પરંતુ આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારબાદ અવમાનના અરજી પર સુનાવણી કરતી વખતે, હાઇકોર્ટે કેન્દ્ર સરકારના કેબિનેટ સચિવને નોટિસ પાઠવી હતી, જેમાં ગતરોજ ભારત સરકારના ડેપ્યુટી સોલિસિટર જનરલ એસબી પાંડેએ લખનઉ બેંચમાં જસ્ટિસ રાજેશ ચૌહાણની ખંડપીઠમાં સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, અક્ષય કુમાર, શાહરૂખ ખાન અને અજય દેવગન ગુટખાના પ્રચાર માટે દોષિત છે અને સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી વતી કંપનીઓ આ ત્રણેય અભિનેતાને ઓક્ટોબર મહિનામાં નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે અભિનેતા અમિતાભ બચ્ચને કોન્ટ્રાક્ટ રદ્દ કર્યા બાદ પણ તેમને જાહેરાતમાં દર્શાવવા બદલ સંબંધિત ગુટખા કંપનીને કાનૂની નોટિસ મોકલી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application