બોલીવુડ અભિનેતા શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો છે. જોકે 47 વર્ષીય શ્રેયસ અભિનેતા અક્ષય કુમાર સાથે વેલકમ ટૂ જંગલ ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો. તે સમયે જ આ ઘટના બની હતી. શૂટિંગ પૂરી કર્યા બાદ તે એકાએક બેભાન થઇને ઢળી પડ્યો હતો. જ્યાંથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અહીં એન્જિયોપ્લાસ્ટી કરાવાઈ હતી. જોકે હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલી અપડેટ અનુસાર તેમની હાલત હાલમાં સ્થિર છે. અમુક દિવસ પહેલા અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જ્યાં શ્રેયસ તેમની સાથે બપોરે વેલકમ ટૂ જંગલ ફિલ્મની શૂટિંગ કરતો દેખાઈ રહ્યો હતો. સ્ટંટ પરફોર્મ કરતી વખતે અક્ષયની પાછળ શ્રેયસ પગથિયાં પર ઊભો હતો. વીડિયોમાં એક્ટર્સની મસ્તી દેખાતી હતી પણ કોઈને અંદાજ નહોતો કે, એવું કંઈક થશે. તેમણે અંધેરી વેસ્ટના બેલેવ્યૂ હોસ્પિટલે લઈ જવાયા હતા. જ્યાં તેમને હાર્ટ એટેક આવ્યાની માહિતી મળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application