નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ડ્રગ્સના કેસમાં બોલીવૂડના અભિનેતા તેમ જ રિયાલિટી શૉ બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધક એજાઝ ખાનની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
એજાઝ ખાન મંગળવારે મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યો ત્યારે એનસીબીના મુંબઈ ઝોનલ યુનિટે તેને તાબામાં લીધો હતો.એનસીબીએ ધરપકડ કરેલા ડ્રગ પેડલર શાદાબ બટાટાની પૂછપરછમાં એજાઝ ખાનનું નામ સામે આવ્યું હતું.
દરમિયાન એજાઝ ખાનને દક્ષિણ મુંબઈમાં આવેલી એનસીબીની ઓફિસે લઇ જવાયો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. ગુનામાં તેની ભૂમિકા તપાસવામાં આવી હતી અને બાદમાં તેની ધરપકડ કરાઇ હતી. એનસીબી ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ તેમની ટીમ સાથે મંગળવારે અંધેરીમાં લોખંડવાલા ખાતે સર્ચ પણ હાથ ધરી હતી. એનસીબીની ઓફિસમાં પ્રવેશતા પહેલા એજાઝ ખાને મીડિયાને જણાવ્યું હતું કે, તેને તાબામાં નહોતો લેવાયો, પણ તે જાતે એનસીબીના ઓફિસરોને મળવા માટે આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500