છત્તીસગઢમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. છત્તીસગઢના બાલોદ જિલ્લામાં આ અકસ્માતની ઘટના બની જેમાં 11 લોકોના મોત થયાના અહેવાલ છે. આ અકસ્માત બાલોદ જિલ્લાના જગતારા પાસે થયો હતો. મૃતકોમાં પાંચ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે.
બાલોદના પુરુર અને ચર્મા વચ્ચે બાલોદગાહાન પાસે લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચે ટક્કર થતા 10 લોકોનાં મોત થયાં છે અને એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રક અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થતા બોલેરોનો બુકડો બોલી ગયો હતો. બોલેરોમાં સવાર 10 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત એક બાળક ગંભીર રીતે ઘાયલ થયુ હોવાનું જાણવા મળ્યુ છે.
આ તમામ લોકો ધમતારી જિલ્લાના સોરામ ભટગાંવના રહેવાસી હોવાની માહિતી મળી છે.તમામ જાનૈયાઓ લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે કાંકેર જિલ્લાના મરકાટોલા ગયા હતા. લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે બાલોદ જિલ્લાના જગાત્રા પાસે આ ઘટના બની હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આ અકસ્માતની તપાસ હાથ ધરી હતી,તમામ લોકો એક જ પરિવારના હતા. અકસ્માતમાં માત્ર બાળક જ બચી ગયો જે ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ગંભીર અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રષ્યો જોવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500