Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી તાલુકાના શ્યાદા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો

  • March 23, 2024 

નવસારીના શહેરો અને ગામડાઓમાં દવાખાના ખોલીને ડીગ્રી વગરના ડોકટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદને આધારે નવસારી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસે આરોગ્ય વિભાગ સાથે મળીને ચીખલીના શ્યાદા ગામેથી ઝોલાછાપ ડોક્ટરની ધરપકડ કરી હતી. 


નવસારી જિલ્લામાં બોગસ ડોકટરો, કે જેમની પાસે મેડીકલ ડીગ્રી કે મેડીકલ પ્રેકિટસ કરવાનું અધિકૃત પ્રમાણપત્ર પણ નથી હોતું, એવા ડોકટરો શહેરના શ્રમિક વિસ્તાર અથવા ગામડાઓમાં દવાખાના ખોલીને બેસી જતા હોય છે. ઝોલાછાપ ડોકટરો એલોપેથી દવાઓ પણ રાખતા હોય છે અને ઘણીવાર દર્દીઓને ઇન્જેકશનો પણ આપી દે છે. ત્યારે નવસારીના ચીખલી તાલુકાના શ્યાદા ગામે પ્રમુખ નગરમાં રહેતો અને મુળ મહારાષ્ટ્રના શહાદા ગામના 42 વર્ષીય નયન સુભાષ પાટીલ પોતાના ઘરમાં જ મેડીકલ ડીગ્રી વગર જ શ્રીજી દવાખાનું ચલાવી, ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતો હોવાની બાતમીને આધારે નવસારી SOG પોલીસે સ્થાનિક આરોગ્ય અધિકારીને સાથે રાખીને ગત રોજ છાપો માર્યો હતો.


પોલીસે ઘટના સ્થળેથી આરોપી નયન પાટીલને પકડી પડ્યો હતો, જેની પાસે ડોક્ટરની ડીગ્રી અને મેડીકલ પ્રેક્ટીસ માટેની મેડીકલ એસોસીએશનનું અધીકુત પ્રમાણપત્ર પણ ન હતું. જેથી પોલીસે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર નયન પાટીલની ધરપકડ કરી હતી. સાથે જ તેના દવાખાનામાંથી વિવિધ પ્રકારની એલોપેથી દવાઓ તેમજ મેડીકલ સાધનો મળીને 35 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી, ખેરગામ પોલીસ મથકે ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશ્ન્રર એક્ટ 1963ની અલગ અલગ ધારાઓ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application