મહારાષ્ટ્રનાં નંદુરબાર શહેરથી એક સફેદ કલરની કારમાં ગેરકાયદેસર રીતે દારૂ ભરી ગુજરાતનાં વડોદરા શહેર તરફ લઈ જતા એક બોગસ આર્મી ઓફિસરની કરણ ચોકડી પરથી એલ.સી.બી. પોલીસે ધરપકડ કરી તેની પાસેથી આર્મીને લગતા બોગસ ડોક્યુમેન્ટ સાથે કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા પોલીસનો એલ.સી.બી.નો સ્ટાફ શહેર વિસ્તારમાં આવેલ જગતાબ વાડી પાસેની કરણ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતો.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, દારૂ ભરેલ એક સફેદ કલરની ઇનોવા ક્રિસ્ટા કાર કરંટ કરણ ચોકડી પરથી વડોદરા તરફ જઈ રહી છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો કરણ ચોકડી પાસે વોચમાં ઊભા હતા. તે દરમિયાન સામેથી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લીક્યુર ડેમન્ટસ ફોર મિલેકટરી કેમ્પ અને આર્મી ખાતાના વાહનોમાં વાપરવામાં આવતા સરકારી (T.18.P.335112L) નંબર વાળી ઈનોવા ક્રિસ્ટા કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાં ચાલક મોહમ્મદ ફારૂક શેખ શભી (રહે.ગણેશપુરી, નહેરુ મમતા હોસ્પિટલની પાછળ, જલગાંવ, હાલ રહે.વડોદરા)નો આર્મીના યુનિફોર્મમાં હતો.
આમ, પોલીસે તેની પાસેથી રહેલા આર્મી ખાતાના ડોક્યુમેન્ટ ની તપાસ કરતા બે બોગસ જણાઈ આવ્યા હતા. પોલીસે કાર વિદેશી દારૂની પેટી મળી કુલ રૂપિયા 14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લઈ નંદુરબાર શહેર પોલીસ મથકના ચોપડે છેતરપિંડી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે મધુનગરનાં આરોપીનાં ઘરમાં છાપો મારી ત્યાંથી પણ વિવિધ પ્રકારની વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500