સુરત જિલ્લાનાં કારેલી ગામની સીમમાં આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલ નરેશભાઈ આહિરની વાડીમાં રહેતા ૪૦ વર્ષીય શ્રમિક યુવક સતિષભાઈ રાઠોડની દસ્તાન પાવરગ્રીડની બાજુમાં આવેલા પતરાના સેડ પાસેથી ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરેલી લાશ મળી આવી હતી.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પલસાણા તાલુકાનાં કારેલી ગામમાં આવેલા નરેશભાઈ આહિરની વાડીમાં રહેતા અને છેલ્લા ત્રણ વર્ષથી ત્યાં જ રખેવાળી સાથે વાડીની સાફાઈનું કામ કરતા સતિષભાઈ સોમાભાઈ રાઠોડને ગતરોજ મોડી રાત્રીના અરસામાં દસ્તાન ગામ પાસે આવેલા પાવરગ્રેડની બાજુમાં ખુલ્લી સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલા ખુલ્લા પતરાના શેડ પાસેથી લાશ મળી હતી. અજાણ્યા ઇસમો છાતી અને પીઠ પર ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે સતિષભાઈના પરિવારજનોને જાણ કરાઈ હતી. સુરેશભાઈ છગનભાઈ પટેલે પલસાણા પોલીસ સ્ટેશનમાં હત્યાની જાણ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application