Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓવર બ્રિજ પાસેથી અજાણ્યા શખ્સની લાશ મળી આવી

  • September 27, 2022 

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં ઓવર બ્રિજ પાસે વ્યારા થી સુરત તરફ રેલ્વે ટ્રેક ઉપર તા.14/09/22ના રોજ આશરે 19/15 કલાક પહેલા કોઇ હરકતથી ઇલેક્ટ્રીક થાંભલા નં.54/17 થી 54/15ની વચ્ચે રેલવે અકસ્માત થતા માથું ફુટી જઇ, જમણો હાથ છુટો પડી ગયેલ તેમજ ડાબો પગમાં ફ્રેક્ચર સહિત શરીરે ઇજાઓ થવાથી સ્થળ ઉપર જ મરણ ગયેલ અજાણ્યા પુરુષ ઇસમની લાશ મળેલ છે.



ઇસમની ઉંમર આશરે 40 થી 45 વર્ષ, શરીરે સફેદ કલરની લાંબી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનો જીન્સ તથા ગળાના ભાગે કાળ કલરનો દોરો અને જમણા હાથમાં કળુ પહેરેલ છે. આ ઇસમના કોઇ વાલી વારસોએ વ્યારા પોલીસ સ્ટેશન ખાતે અથવા ફોન નં.02626-220033, મો.નં.99091-39199 ઉપર સંપર્ક કરવા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.આર.જાનીની અખબારી યાદીમાં જણાવાયું છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application