માંડવી તાલુકાનાં લીમધાની ગામની સીમમાં આવેલા જંગલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૯ ડિસેમ્બરના રોજ સાંજે ૬ વાગ્યે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહ લીમધા ગામની સીમમાં આવેલા આમલી ડેમ કોલોનીથી લુહારવડ જતા રસ્તા પર વાંસના ઝૂંડ નીચે પડેલો મળ્યો હતો. મૃતક મહિલાની ઉંમર આશરે ૫૫થી ૫૮ વર્ષની હોવાનું અનુમાન છે. મહિલાની ઊંચાઈ ૫ ફૂટ ૨ ઇંચ છે. તેણે બ્લૂ કલરનું બ્લાઉઝ અને લાલ, બ્લૂ અને પીળા કલરની ડિઝાઈનવાળી સાડી પહેરી હતી. તેના ગળામાં કાળો દોરો અને હાથમાં પીળા કલરની બંગડીઓ પહેરેલી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલમાં મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application