ડાંગ જિલ્લાના આહવાના માજીરપાડા ખાતે રહેતા ચંદુભાઈ ગંગારામભાઈ પવાર (ઉ.વ.૬૦) તારીખ ૨૧-૧-૨૦૨૪ નાંરોજ તેમના ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક જતા રહ્યા હતાં. જે અંગે પરિવારજનોએ આહવા પોલીસ મથકે ગુન્હો પણ નોંધાવ્યો હતો. જેમની ડીકંમ્પોઝ હાલતમાં લાશ આહવાના માજીરપાડા સામે આવેલ જલ ભવનની ઓફિસની પાછળ જંગલના કોતરમાંથી મળી આવી હતી. તેઓ કોઈ અગમ્ય કારણસર મૃત્યુ પામતા તેમની પુત્રી સુમિત્રાબેન વીજયભાઈ મહીડા (ઉ.વ.૨૭, રહે.હાથીજણ, સર્કલ, હનુમાનજી સર્કલ પાસે, સિધપુરા એસ્ટેટ, રામોલ, જી.આઈ.ડી.સી., અમદાવાદ)એ આહવા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ આહવા પોલીસે હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application