મહારાષ્ટ્રના તલોદામા મેડિકલ સ્ટોર ધરાવતા પરિવારનો યુવક કલીનીકમાં દવા આપવા જવાનું કહી બાઈક ઉપર નીકળ્યા બાદ નિઝરના હથોડા પુલ ઉપરથી તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, નંદુરબાર જિલ્લાના તલોદાના દામોદર નગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ હીરારામભાઈ પટેલ મેડિકલ સ્ટોર ચલાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનો નાનો ભાઈ કિશનભાઈ હીરારામભાઈ પટેલ ગત તારીખ 3/11/2023નાં રોજ સવારે ડોક્ટરને ત્યાં દવાઓ આપવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો.
પરંતુ મોડી રાત્રી સુધી ઘરે પરત ન આવતા તેની શોધખોળ કરી રહ્યા હતા તે દરમિયાન એક અજાણ્યો ફોન આવ્યો હતો અને તેમણે રમેશભાઈને તમારી બાઈક હથોડા પુલ ઉપર હોવાનું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે, બાઈક સાથેની દવાની થેલીમાં બિલમાંથી નંબર મેળવી તમારો સંપર્ક કરવાનું જણાવતા તુરંત પરિવારજનો નિઝરના હથોડા પુલ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે કિશન પટેલે કોઈક અગમ્યકારણોસર તાપી નદીના હથોડા પુલ ઉપર પોતાની બાઈક મૂકી નદીના પાણીમાં કૂદી જઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી હતી અને તેનો મૃતદેહ અંતુર્લી ગામમાંથી પસાર થતી તાપી નદીના કિનારે પાણીમાંથી મળી આવ્યો હતો. બનાવ અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application