સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઇમાતા નજીક અજાણ્યા ઈસમો બોલેરો ગાડીમાં આવી લાશને રોડ પર મુકીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ગુનામાં સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા એક કિશોર અને બે આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવકે સફરજન ખરીદયા બાદ પૈસા નહી આપી ઝઘડો કર્યો હતો. જેમાં રોષે ભરાયેલા કિશોરે માથામાં ફટકો મારી દેતા તેનું મોત નીપજ્યું હતું.
સુરતના પુણા વિસ્તારમાં આવેલા આઈમાતા ચોક પાસે એક બોલેરો ગાડીમાં આવેલા ઈસમો ત્યાં લાશ મુકીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઇ જવા પામી હતી. તેમજ યુવકની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવમાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક કિશોર અને બે આરોપીની ધરપકડ કરી છે. કિશોરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે બોલેરો પીકઅપ ગાડીમાં ફ્રુટ વેચવાનો ધંધો કરે છે. જ્યાં મૃતક ઇસમ સફરજન લેવા આવ્યો હતો અને પૈસા નહિ આપી કિશોર સાથે ગાળા ગાળી કરી ઝઘડો કર્યો હતો. જેમાં રોષે ભરાયેલા કિશોરે લાકડાની ડાંગથી માથાના ભાગે ફટકો મારી દીધો હતો. જેથી તેને માથાના ભાગે લોહી નીકળતા તેને હોસ્પિટલ પણ લઇ ગયા હતા જો કે ત્યાંથી અન્ય હોસ્પિટલમાં લઇ જવાનું કહેતા પિતા અને ભાઈ સાથે મળી મૃતકને પુણા આઈમાતા સર્કલ પાસે ફેકી દઈ ફરાર થઇ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500