Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોબીનું કબૂતરબાજીનું નેટવર્ક : 200 લોકોને વિદેશ ગેરકાદેસર મોકલી દીધા,1500 નકલી પાસપોર્ટ

  • December 15, 2022 

ડીંગુંચાના પરીવારની જે ઘટના અમેરીકા જતા અગાઉ જાન્યુઆરીમાં બની હતી અને આ પરીવાર ઠુંઠવાઈને કેનેડામાં મોતને ભેટ્યો હતો ત્યારે આ પરીવારને અમેરીકા મોકલનાર બોબી ઉર્ફે ભરતને સ્ટેટ મોનિટરીંગ ટીમે ઝડપી પાડ્યો છે. ત્યારે તેને લઈને સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર ખુલાસા પણ થયા છે. કેમ કે, વોન્ટેડ આરોપીને આખરે કોણ આટલો બધો સપોર્ટ કરતું હતું. કોણ સપોર્ટ કરતું હતું કે, તે હજુ સુધી નહોતો ઝડપાયો કેમ કે, કબૂતરબાજીનો સૌથી મોટો માસ્ટર માઈન્ડ સાબિત થયો છે.



તેને લઈને મળતી વિગતો અનુસાર 200 લોકોને વિદેશ ગેરકાદે વિદેશ મોકલી દીધા, 1500 નકલી પાસપોર્ટ પણ મળી આવ્યા છે ત્યારે પોલીસની આંખમાં ધૂળ નાખતો બોબી સ્ટેટ મોનિટરીંગના હાથે ઝડપાતા વધુ ખુલાસાઓ આ મામલે થી શકે છે.ડીંગુચા ગામના પરિવારને અમેરિકા મોકલનાર બોબી પટેલ જ હતો. બોબી પટેલ સામે વિઝા કૌભાંડનો કેસ દાખલ પણ અગાઉ થયા છે.



બોબી મહેસાણા સીઆઈડી ક્રાઈમ અને વિઝા કેસમાં વોન્ટેડ પણ હતો ઉત્તર ગુજરાતમાં IELTS પેપર કૌભાંડની તપાસમાં પણ બોબી પટેલનું નામ પણ સામે આવ્યું હતું. તે છતાં પકડથી આટલો બધો દૂર રહ્યો હતો. જેમાં ચોક્કસથી મોટા અધિકારીઓની મિલીભગતથી તે બચતો રહ્યો હોઈ શકે છે. તેવો પણ ક્યાસ પણ લગાવવામાં આવી રહ્યો છે.



કબૂતર બાજીના નેટવર્કના માસ્ટરમાઇન્ડની ધરપકડ થયા બાદ અનેક ભેદ ખુલી શકે છે. ગાંધીનગર, કલકત્તા અને મુંબઈના ગુનામાં તે ભાગેડું ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરી પોલીસે શંકાસ્પદ પાસપોર્ટ જપ્ત કર્યા છે. ત્રણ ગુનામાં ફરાર અને અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચલાવનાર ગાંધીનગરના ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે માહીર હતો કબૂતરબાજીનું મોટું આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવી રહ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application