રાજપીપળાના સેવાભાવી મિત ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મીત ગ્રુપ દ્વારા કોઈ પણ જરૂરીયાત મંદને જ્યારે લોહીની જરૂર પડે ત્યારે લોહી ની વ્યવસ્થા કરી આપવામાં તત્પર હોય છે ત્યારે આજે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ ના જન્મ દિવસ નિમિત્તે મિત ગ્રુપ દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકા ના સુંદરપુરા સરકારી હાઈસ્કુલ પાસે મિત ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યા માં યુવાનો એ બ્લડ ડોનેટ કર્યું હતું. જોકે અત્યાર સુધી મીત ગ્રુપ દ્વારા 4 બ્લડ કેમ્પ કરવામાં આવ્યા જેમાં અત્યાર સુધી જરૂરિયાતમંદો ને છેલ્લા 6 વર્ષ દરમિયાન લગભગ 2500 થી વધુ યુનિટ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application