આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં તમામ જીલ્લાઓમાં તાલુકા કક્ષાએ તા.૧૮-૦૪-૨૦૨૨ થી તા.૨૬-૦૪-૨૦૨૨ સુધી બ્લોક હેલ્થ મેળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ હતું. જે અન્વયે તાપી જીલ્લાના તમામ તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળા વિધિવત રીતે સંપન્ન થયેલ છે. બ્લોક હેલ્થ મેળામાં પ્રમુખ, જીલ્લા પંચાયત, જીલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય, જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ, જીલ્લા પંચાયતના વિવિધ સમિતિના સભ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યઓ, સરપંચઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ, પદાધિકારી અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં જનસમુદાયે ભાગ લીધો હતો.
આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી યોજનાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નિરામય હેલ્થ આઈ.ડી અંતર્ગત લાભાર્થીઓને નિરામય હેલ્થ કાર્ડ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. મેળા દરમ્યાન યોગા, ફુડ સેફ્ટી વાન, આરોગ્ય વિભાગના સ્ટોલ, આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલનું નિર્દર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ હસ્તક ચાલતી યોજનાઓની માહિતી જનસમુદાયને પુરી પાડવામાં આવી હતી, તેમજ સુરતની ગ્લોબલ સનસાઈન હોસ્પિટલ, અને બેન્કર્સ હાર્ટ હોસ્પિટલની ટીમે સેવા પુરી પાડી હતી. તાપી જીલ્લામાં યોજાયેલ ૦૭ બ્લોક હેલ્થ મેળા દરમ્યાન ફૂલ-૫૫૨૪ લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યું હતું.
જે પૈકી ૨૦૮૫ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અર્પણ કરાયા હતા. ૯૨૩ વ્યક્તિઓના ડિજિટલ હેલ્થ આઈ.ડી. જનરેટ કરવામાં આવ્યા હતા. ર૬૩ લાભાર્થીઓએ ટેલી કન્સલ્ટેશનનો લાભ લીધો હતો. ૯૧૭ લાભાર્થીઓએ ફેમીલી પ્લાનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ. ૫૮૫ લાભાર્થીઓએ પિડિયાટ્રીકની મદદ લીધી હતી. ૩૪૩ લાભાર્થીઓએ ગાયનેક્લોજીસ્ટની સેવા લીધી હતી. આંખના ૮૦૪ દર્દીઓએ લાભ લીધો હતો. હાયપરટેન્શન અને ડાયાબિટીસના ૧૬૩૧ દર્દીઓએ સારવાર લીધી હતી. ૧૯૫૭ લાભાર્થીઓએ બ્લડટેસ્ટ કરાવ્યો હતો. આયુર્વેદના ૭૨૬ અને હોમીયોપેથીના ૬૨૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500