આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, તાપી દ્વારા તા.૨૫-૦૪-૨૦૨૨ના રોજ નિઝર તાલુકાનો બ્લોક હેલ્થ મેળો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાંકા ખાતે યોજવામાં આવ્યો હતો.
નિઝર તાલુકામાં યોજાયેલ બ્લોક હેલ્થ મેળા ખાતે મુખ્ય મહેમાન પ્રમુખશ્રી જીલ્લા પંચાયત, તાપી શ્રી સુરજભાઈવસાવા, આરોગ્ય સમિતિ અધ્યક્ષશ્રી સોનલબેન પાડવીની પ્રેરક ઉપસ્થિતિમાં મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉક્ત મેળામાં તાલુકા પંચાયત,નિઝરના કારોબારી અધ્યક્ષ,જીલ્લા પંચાયત સમિતિના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત સમિતિના સભ્યશ્રીઓ, સરપંચશ્રી,મામલતદારશ્રી,નિઝર, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નિઝર પણ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી યોજનાઓ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નિરામય હેલ્થ આઈ.ડી. અંતર્ગત લાભાર્થીઓને નિરામય હેલ્થ કાર્ડ તથા પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.
ઉક્ત મેળા દરમ્યાન યોગા,ફુડ સેફ્ટી વાન, આરોગ્ય વિભાગના સ્ટોલ,આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલનુંનિર્દર્શન કરવામાં આવ્યુ હતુ. નિઝર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વાંકાખાતે યોજાયેલ હેલ્થ મેળામાં કૂલ-૮૬૩ લાભાર્થીઓએ ચેકઅપ કરાવ્યુ હતુ. જે પૈકી ૩૧૨ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અર્પણ કરાયા હતા. ૧૯૮ વ્યક્તિઓના ડિજિટલ હેલ્થ આઈ.ડી. જનરેટ કરવામાં આવ્યા હતા. ૬૭ લાભાર્થીઓએ ટેલીકન્સલ્ટેશનનો લાભ લીધો હતો.
૧૦૮ લાભાર્થીઓએ ફેમીલીપ્લાનીંગ અંગે માર્ગદર્શન મેળવ્યુ હતુ. ૧૨૧ લાભાર્થીઓએ પિડિયાટ્રીકની મદદ લીધી હતી. ૫૯ લાભાર્થીઓએ ગાયનેક્લોજીસ્ટની સેવા લીધી હતી. આંખના ૨૧૩ દર્દીઓએ લાભ લીધો હતો. હાયપરટેન્શન અને ડાયાબિટીસના ૧૧૯ દર્દીઓએ સારવાર લીધી હતી. ૨૮૬ લાભાર્થીઓએ બ્લડટેસ્ટ કરાવ્યો હતો. હોમીયોપેથીના ૩૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500