Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ અધિકારીના આંખે પાટા ! બારડોલીમાંથી ટનબંધ ગેરકાયદે ખનીજ સંપત્તિ ભરીને દોડતા ઓવરલોડ ડમ્પરો નજરે પડતા નથી કે પછી સેટિંગ ડોટ કોમ .....

  • April 04, 2023 

બારડોલીમાંથી ગેરકાયદેસર ખનીજસંપતી ભરેલ ડમ્પરો સહિતના વાહનો મોટીસંખ્યામાં દિવસ-રાત પસાર થાય છે પરંતુ આરટીઓ તેમજ ખાણ ખનીજ વિભાગના નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ઘણા લાંબા સમયથી મોટાપાયે માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે,અહીના ગ્રામ્ય માર્ગો સહિત હાઇવે પર આડેધડ દિવસ-રાત દોડતા ઓવરલોડ ડમ્પરોમાંથી રસ્તા પર માટી સહિતની ખનીજસંપતી નીચે રોડ પર પડતાં અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે આ અંગે ઉચ્ચકક્ષાએથી ચેકીંગ હાથધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાંથી અહીના હાઇવે માર્ગો પર ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજસંપતીનું ખનન કરી ડમ્પર મારફતે મોટાપાયે વહન કરવામાં આવી રહ્યું છે પરંતુ ડમ્પરોમાં ખાણ ખનીજ તેમજ આરટીઓ વિભાગનાં નિયમોનું ઉલંધ્ધન કરી ઓવરલોડ ખનીજસંપતી ભરી ડમ્પરો મારફતે હાઈવે પરથી વહન કરવામાં આવે છેતેમજ નિયમોનું ઉલંધ્ધન કરી ડમ્પરો પર તાડપત્રી પણ બાંધવામાં આવતી નથી જેના કારણે ડમ્પરોમાંથી માટી,કપચી,પથ્થર સહિતની ખનીજસંપતી હાઈવે પર પડે છે અને તેને કારણે પાછળ આવતાં નાના વાહનોને નુકશાન પણ થઈ રહ્યું છે તેમજ અકસ્માત થવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે,



એટલું જ નહીં બારડોલીના આરટીઓ અધિકારી અને સ્થાનિક પોલીસ સહિત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ જાણે આંખે પાટા બાંધી બેઠા હોવાની પ્રતીતિ થઇ રહી છે. ત્યારે સુરત ખાણ ખનીજ વિભાગના પ્રમાણિક અધિકારીઓ તેમજ ગાંધીનગર ફલાઈંગ સ્કોર્વડ દ્વારા ગેરકાયદેસર માટી સહિત ખનીજ સંપતી ભરી હાઇવે પર દોડતા ઓવરલોડ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application