Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં બ્લાસ્ટ, ચાર લોકોના મોત

  • October 18, 2023 

ઉત્તર પ્રદેશના મેરઠમાં એક મકાનમાં અચાનક ભયાનક બ્લાસ્ટ થતા ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘટનામાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના બે મકાનો પણ ધરાશાયી થયા હતા.


ઉત્તરપ્રદેશના મેરઠના એક મકાનમાં અચાનક જ બ્લાસ્ટ થતા આખો વિસ્તાર હચમચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાના સમાચાર છે જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હજુ સુધી આ બ્લાસ્ટ ક્યા કારણોસર થયો તે જાણવા મળ્યું નથી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલુ છે અને મકાનના કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. ઈજાગ્રસ્તોનો તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ બ્લાસ્ટની દુર્ઘટના મેરઠના લોહિયા નગર માં એક મકાનમાં બની હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application