મોહસીને આઝમ મિશન દ્વારા વિશ્વ ભરમાં વિવિધ સામાજિક સેવા કાર્યો કરવામાં આવે છે ઉપરાંત લોકડાઉન દરમિયાન પણ મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા દ્વારા ગરીબ વર્ગ ને અનાજની કીટ વહેચી માનવતા મહેકાવી હતી જે બદલ નર્મદા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા હતા.
ત્યારે હાલ પડી રહેલી કડકડતી ઠંડી માં ગરીબ પરિવારોને નિઃશુલ્ક ધાબળા વિતરણ કરી માનવતા ના દર્શન કરાવ્યા હોય જેમાં રાજપીપીપળા તેમજ આસપાસના વિસ્તારના ૨૧ જરૂરતમંદ પરિવારો ને ધાબળા વિતરણ કરાયું હતું જેમાં સૈયદ અશરફી મિયાં સાહેબ , સૈયદ ઉવૈશ મિયાં સાહેબ, સૈયદ ઝેૈદ કાદરી સાહેબ તેમજ શાહનવાઝ ખાન, ઇરફાન ખોખર નિજામ રાઠોડ , હનીફ ભાઈ , સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોહસીને આઝમ મિશન ના સ્થાપક સૈયદ હસન અશકરી બાવા સાહેબના આદેશથી સમગ્ર ભારત ભરમાં મોહસીને આઝમ મિશન ની તમામ શાખાઓ તરફથી આ પ્રકાર ના લોકસેવા ના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500